Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સજીવખેતી માટે પરિવારજનો સાથે પણ સંઘર્ષ કર્યો હોવાની દાસ્તાન રજૂ કરતાં અનેકોના પ્રેરક મહિલા ખેડૂત જશુબેન જાપડા

મોરબી,તા.૭: કહેવાય છે કે સંદ્યર્ષ કર્યો હોય તે કયારેય એળે જતો નથી. અને તેમાંય જો કોઇ મહિલાએ સંદ્યર્ષ કરીને સમાજને રાહ બતાવી હોય તે દ્યટના કંઇક રસપ્રદ જ બની રહે છે. આવી જ એક રસપ્રદ ઘટના એટલે સજીવ ખેતીના પ્રેરક મહિલા ખેડૂત જશુબેન જાપડાછે.

જશુબેન જાપડાનો પરિચય આપીએ તો તેઓ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખીરસરા ગામના વતની છે. તેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે વાત કરીએ તેમણે પોતાના જીવનમાં કરેલા સંદ્યર્ષની.

આમ તો ખેતી અને રાસાયણીક ખાતર બન્ને એકબીજાના પુરક બની ગયા છે ત્યારે રાસાયણીક ખાતરના વિકલ્પ તરીકે સજીવ ખેતી સૌ કોઇને ગળે ઉતરે એવી વાત નથી. પરંતુ જશુબેને તો સંકલ્પ થી સિદ્ઘિ તરફ પ્રયાણ કર્યું અને સફળતા મેળવી.

વાત એમ છે કે લગ્ન કરીને જયારે જશુબેન સાસરે આવ્યા ત્યારે સાસરીયામાં જૂની પદ્ઘતિ મુજબની ખેતી થતી હતી. ખેતી ક્ષેત્રે પોતાના અનુભવો જણાવતા જશુબેન કહે છે કે શરૂઆતમાં તો અમારો પરિવાર ફકત પરંપરાગત ખેતી દ્વારા ધાન્ય પાકોનું વાવેતર કરી ખેતી કરતો હતો અને તેમાં ઝેરી રાસાયણીક ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે મે ખેતીની સાથે પશુપાલન કરવા પરિવારજનોને પ્રોત્સાહિત કર્યા પરંતુ તે સમયે મારા પરિવારજનોએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો જોકે સમય જતાં તેઓને આ અંગે માહિતગાર કરી જાગૃતિ લાવવામાં સફળતા મળી હતી. ખેતીમાં જે રાસાયણીક દવાઓનો ઉપયોગ થાય છે તેનાથી અનેક પ્રકારની બિમારીઓ થાય છે તે જાણીને ખેતીમાં ઝેરી દવાઓનો ઉપયોગ કરવાને બદલે સજીવ ખેતી તરફ વળવાનું મન બનાવ્યું અને પરિવારજનોને પણ સમજાવ્યા હતા.

સજીવ ખેતી તરફ મન વાળ્યા બાદ પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ શરૂઆતના સમયગાળામાં આવી હતી. સતત રાસાયણીક દવાઓના ઉપયોગથી ખેતીની જમીન સજીવ ખેતી લાયક બનાવવા માટે પણ મહેનત કરવી પડી હતી. જશુબેન તેમના હ્રદયની વાત કરતાં કહે છે કે અમારા વિસ્તારમાં ફકત ધાન્ય પાકો જ ઉગાડવાની પરંપરા હતી અને તેમાં પણ અત્યાર સુધી ઝેરી દવાઓ નાંખવામાં આવતી હતી. જોકે સજીવ ખેતી અંગે રાજય સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ જયાં પણ મિટિંગ હોય ત્યાં જઇને માર્ગદર્શન લેતા. શરૂઆતના સમયગાળઆમાં અમે ગામની પાંચ બહેનોએ સજીવ ખેતીનો પાંચ વિદ્યા જમીનમાં પ્રયોગ શરૂ કર્યો હતો. પ્રયોગ સફળ થતાં સજીવ ખેતી તરફ વળવા માટે વધુ પ્રોત્સાહન મળતું રહ્યું.

સજીવ ખેતીના ફાયદાઓ અંગે જશુબેન જાપડા જણાવે છે કે સજીવ ખેતીમાં રાસાયણીક દવાઓ કરતાં ઓછો ખર્ચો આવે છે. દેશી દવાઓ આપણા સ્થાન પર જ બનાવી શકાય છે તે પ્રકારે માહિતી અને ટ્રેઇનીંગ મળતાં તે અનુસાર ગૌમુત્ર, લસણ, મરચી, ડુંગળી, જરદો, બજર, લીમડો, આંકડો, લીંબોડી જેવી અનેક દેશી ઔષધીઓનો ઉપયોગ કરીને પાક રક્ષણ માટે દવાઓ તૈયાર કરતાં થયા.

રાસાયણીક ખેતીના ગેરફાયદા અને સજીવ ખેતીના ફાયદા જોઇને બીજા ખેડૂતોને પણ સજીવ ખેતી તરફ વાળવા માટે અમે અનેક પ્રયાસો કરી રહ્યા છીએ. સજીવ ખેતીના ફાયદાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ફળિયા મિટિંગ પણ કરીએ છીએ. આજે અમારી આસપાસની ૩૦૦ જેટલી બહેનો આજે સજીવ ખેતી કરે છે. જે બહેનોને વિશ્વાસ ન આવે તો તેને થોડી જમીનમાં પ્રયોગ કરવા માટે પણ સમજાવીએ છીએ.

(1:14 pm IST)
  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST

  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST