Gujarati News

Gujarati News

અક્ષયકુમારની 'પેડમેન' ફિલ્મનો પ્રભાવ : જેલમાં સેનેટરી નેપકિન્સ માટે વેન્ડીંગ મશીન : અજ્ઞાનતા-નિરિક્ષરતાને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ સમયે અસ્વચ્છ કપડાને કારણે કેન્સર જેવા થતા રોગો સામેની ઝુંબેશ સાબરમતી જેલ સુધી પહોંચીઃ કાચા કામના કેદીઓના પરીવારને મદદરૂપ થવા નવા મોડયુલને હાઇકોર્ટ સુધી જોડી દેવાયું: સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહ-ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમ નાથ, ગુજરાત કાનૂની સેેવા સતા મંડળના કારોબારી અધ્યક્ષ એસ.આર.બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ અને કાનૂની સેવા સમિતીના અધ્યક્ષ આર.એમ.છાંયા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જેલવડા દ્વારા સરકારના પ્રસંશનીય પ્રોજેકટનો સાબરમતી જેલથી પ્રારંભ કરાવાયો.. access_time 12:20 pm IST

  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં ગરમાવો : કોંગ્રેસ અને NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર : અમે સત્તા ઉપર આવશું તો મહારાષ્ટ્રના ઉદ્યોગોમાં સ્થાનિક નાગરિકો માટે 80 ટકા અનામત : ખેડૂતોને દેવામાફી ,બેરોજગારોને 5 હજાર રૂપિયા બેકારી ભથ્થું : તમામ માટે વિનામૂલ્યે વીમો : ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ મફત access_time 8:25 pm IST

  • લખનૌ-આગ્રા એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ કાર ટકરાતા ભાજપના ધારાસભ્યના ભાઈ-બહેન અને બે ભાણેજના કરૂણમોત : એક ગંભીર: ઉન્નાવ જિલ્લાના હ્સનગંજ ક્ષેત્રમાં ગમખ્વાર અકસ્માત માં ગોઉંડા જિલ્લાના મેહનોં વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનય દ્વિવેદીના પિતરાઈ ભાઈ બહેન અને બે ભાણેજોના કરૂણમોત access_time 1:04 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST