Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જામકંડોરણામાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ

 જામકંડોરણામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામા આવી  રહી છે. ઠેર ઠેર ગરબીઓમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની ઉજવણી કરવામા આવી રહી છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામકંડોરણા પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત નોન સ્ટોપ નવરાત્રી મહોત્સવ જામકંડોરણા પી.એસ.આઇ. વી.બી.ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઉજવાઇ રહ્યો છે. જેમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. છેલ્લા બાવન વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ચાલતી શ્રી રામ મંદિર ગરબીમા પ્રાચીન રાસ ગરબા સાથે બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. જામકંડોરણામાં કોયાણી સમાજમાં શ્રી ખોડલધામ ભુલકા ગરબી આ વર્ષે ચોથા વર્ષમાં પ્રવેશી ચુકી છે. જેમા ૪ વર્ષથી લઇને ૧૪ વર્ષ સુધીના ભુલકાઓ માતાજીની આરાધનામા લીન બની રાસની રમઝટ બોલાવી રહ્યા  છે. તે પ્રસંગની વિવિધ તસ્વીર.

(12:13 pm IST)