Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કલ્યાણપુરનાં રાવલ પાલિકામાં કોંગ્રેસનાં ૪ નગરસેવકોએ ટેકો આપતા ભાજપે સતા આંચકી લીધી

 જામનગર : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની એકમાત્ર રાવલ નગરપાલિકા પર ભાજપે ૪ કોંગી નગરસેવકો સાથે મળી બહુમતી સાબિત કરી સતા આંચકી ભાજપનો કેસરિયો માહોલ કલ્યાણપુર તાલુકામાં ફેલાવ્યો છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ટમુબેન બારીયાને પ્રમુખ અને જેશાભાઇ પરમારને ઉપપ્રમુખ બનાવ્યા છે. કોંગ્રેસના ૪ સભ્યો સાથે બહુમતી સાબિત કરી હતી. ૧૫ સભ્યોથી ભાજપે સતા પલ્ટો કર્યો છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:33 pm IST)