Gujarati News

Gujarati News

તા. ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૨ શુક્રવાર

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં જૈનોના મહાન પર્યુષણ પર્વની શરૂ થયેલી ભવ્ય આરાધનાઃ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધોઃ ભારતથી શિકાગો પધારેલા શ્રી ભદ્રબાહુજીએ પ્રથમ ધર્મ આચાર તેમજ અભાવ ભાવ અને વિષયોને સ્પર્શતા પ્રવચનો કર્યાઃ મુંબઇના જાણીતા સંગીતકાર અનીલ ગેમાવતે સુંદર જૈન સ્તવનો રજુ કર્યાઃ પર્યુષર્ણ પર્વની આરાધના નિમિતે ઉગ્ર તપશ્ચર્યાઓ શરૂ થઇ જેમાં એકજ પરિવારના ચાર સભ્યોએ માસક્ષમણ તેમજ ર૭,૧૬ અને ૧૧ ઉપવાસોના ે સમાવેશઃ સૂર્યાબેન મહેતાએ પણ માસક્ષમણ એટલે ૩૦ ઉપવાસો શરૂ કર્યાઃ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ તેજસ અમ્રતલાલ શાહ તેમજ જીજ્ઞેશ જૈને અનુક્રમે ચત્તારિ અઠૃ દસ હોય તેમજ સિંહાસન તપની આરાધના શરૂ કરીઃ ભૂતપુર્વ ચેરમેન કિશોરભાઇ છગનલાલ શાહ કછોલીવાળાએ દસ દિવસના ઉપવાસો શરૂ કર્યા જયારે એક અઠવાડિયા પૂર્વે હિમેશ ઝવેરીએ માસક્ષમણની તપશ્ચર્યા પરિપૂર્ણ કરીઃ જૈન સંઘમાં અનેરો આનંદ: access_time 10:14 pm IST

તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૧ ગુરૂવાર
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૦ બુધવાર

અમેરિકામાં વસવાટ કરતા સૌ સીનીયર ભાઇ-બહેનો તથા શુભેચ્છકો માટે અતિ મહત્વના સમાચારોઃ જે લોકો ૬પ વર્ષના થયા હોય અને એફોર્ડેબલ કેર એકટ અથવા ઓબામાકેરનો લાભ લેતા હોય તેમણે સપ્ટેમ્બર માસની ૩૦મી સુધીમાં મેડીકેર ઇન્સ્યુરન્સનો લાભ મેળવી લેવો હિતાવહ છે કે જેથી જીવતપર્યંત દંડની જોગવાઇમાંથી મુકિત મેળવી શકેઃ આ અંગે નિષ્ણાંતોની સલાહ લેવી યોગ્ય થઇ પડશેઃ અમારા વાંચક વર્ગની માંગણીને ધ્યાનમાં લઇ અમો હવેથી મેડીકેર, મેડીકેડ, સોશ્યલ સિકયોરીટી તથા ઇમીગ્રેશન તેમજ સીનીયરોને સ્પર્શતા લગભગ તમામ પ્રશ્નો અંગેની છેલ્લામાં છેલ્લી માહિતીઓ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કરેલ છે તો સર્વે વાંચકોને તેમનો લાભ લેવા વિનંતી છે: access_time 9:03 pm IST

અમેરીકાની રીપબ્લીકન પાર્ટીના અગ્રણી અને એરીઝોનાના સેનેટર જોન મેકેનું ૮૧ વર્ષની વયે બ્રેઇન ટ્યુમરને લઇને અવસાન થતા સમગ્ર અમેરિકામાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતીઃ વોશિંગ્ટનમાં આવેલ નેશનલ કેથેડ્રલ ચર્ચમાં ૧લી સપ્ટેમ્બરના શનિવારે શ્રદ્ધાંજલી સભાનું કરવામાં આવેલું આયોજન અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને મશાલ ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને લોરા બુશ તથા બીલ કલીન્ટન તેમજ હિલેરી કલીન્ટન તેમજ હાઉસ અને સેનેટના સભ્યો તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખો જો બાયડન, ડીકમેનીએ આપેલી હાજરીઃ સ્વ. જોન મેકેનની સુપ્રુત્રી મેઘન મેકેને અમેરીકાને મહાન બનાવવા માટે જે લોકો મોટા મોટા બણગા ફુંકે છે તેઓને આડે હાથ લેતા પોતાના તીખા અને તમતમતા પ્રવચનમાં જણાવ્યું હતું કે અમેરીકા દેશ ભૂતકાળમાં પણ મહાન તેમજ આજે પણ મહાન અને ભવિષ્યમાં પણ મહાન જ રહેશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી: access_time 9:06 pm IST

તા. ૩ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૮ સોમવાર

અમેરિકામાં ચાલી રહેલ ત્રી દિવસીય મહોત્સવ ચાલો ઇન્ડિયાની થઇ ભવ્ય પૂર્ણાહુતીઃ AIANA સંસ્થાના સહ-સંસ્થાપક દિવંગત શ્રી સુરેશ જાનીને સહુ કોઇએ યાદ કરીને અર્પી શ્રદ્ધાંજલીઃ અકિલાના એક્ઝીક્યુટીવ એડિટર નીમીષ ગણાત્રા સહિત મીડીયા જગતના દિગ્ગજોને ફેસિલીટેટ કરાયાઃ સરદાર પટેલની ગાથા- ગાંધી ગાથાને લોકોએ મનભરીને માણ્યુઃ વિખ્યાત પત્રકાર ઉદય મહૂર્કરે કર્યું સંબોધનઃ અભિનેત્રી સુજાતા મહેતા, કવિ સમ્મેલન, કુમાર વિશ્વાસ, ગાયકો પાપોન, ભાવીન શાસ્ત્રીએ લોકોને કર્યા મંત્રમુગ્ધઃ અંતમાં સુપ્રસિધ્ધ ગાયક કિર્તીદાન ગઢવીએ તેમના પ્રસિધ્ધ ગીત ‘લાડકી’, શીવ સ્તુતી સહિત અનેક ગીતો ગાયને ઓડિયન્સને જૂમવા પર મજબુર કરી દિધાઃ માણો છેલ્લા દિવસની તસવીરી ઝલક: access_time 3:28 pm IST

તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૭ રવિવાર
  • રાવલ નગરપાલિકામાં સતા પલટો :ટમુબેન બારીયા પ્રમુખપદે આરૂઢ થવાની શકયતા :જેશા પરમારને ઉપ પ્રમુખપદ અપાઈ તેવી સંભાવના :બંને હોદ્દાઓ પર કોંગ્રેસના પક્ષપલટુઓને સ્થાન અપાશે : વર્તમાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉપ પ્રમુખને પડતા મુકાશે access_time 11:13 pm IST

  • રાજકોટ નંદા હોલ નજીક ભારતીનગર વિસ્તારમાં એક યુવાન દારૂ પીધેલી હાલતમાં કોઈના ઘરમાં ઘૂસ્યો : દારૂ પીધેલ યુવાન ને ટોળા એ મારીમારી મેથીપાક ચખાડ્યો : યુવાન ને અર્ધ નગ્ન હાલતમાં ચલાવી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો : લોકોના ટોળાએ દારૂ ના નશામાં ડૂબ યુવાનને માર મારી પોલીસ ના હવાલે કર્યો : મોડી રાત્રીના સમયે વિસ્તારના લોકો એકઠા થઇ યુવાન ને ભક્તિનગર પોલીસને હવાલે કર્યો : ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી ( વિડીયો અહેવાલ - સ્પીડ રિપોર્ટ ) access_time 2:47 am IST

  • પાંચમી ટેસ્ટમેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 198/7: ઈશાંતની 3, બુમરાહ, જાડેજાની 2-2 વિકેટ:હનુમા વિહારીને ટેસ્ટ કેપ: ભારતનો 292મો ટેસ્ટ ખેલાડી બન્યો: 5 ટેસ્ટની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ જીતી: એકમાં ભારતનો વિજય :ઈંગ્લેન્ટ 3-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે:ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ access_time 1:02 am IST