Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વિસાવદરના કાલાવડની યુવતિ પર બળાત્કાર : જીવતી સળગાવી દેવાનો પણ પ્રયાસ

પોરબંદર રહેતા શખ્સને તેના પરિવારજનો સામે ફરિયાદ

 જુનાગઢ તા ૭ : વિસાવદરના કાલાવડની યુવતિને બ્લેકમેઇલ કરી બાદ તેણીને ઉઠાવી લઇ જઇ લગ્ન કર્યા બાદ બળાત્કાર ગુજારી અને જીવતીસળગાવી દેવાનો પ્રયાી થયો હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે યુવતિએ પોરબંદર રહેતા નરાધમ અને તેના પરિવારજનો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.

આ અંગેની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના કાલાવડ ગામની એક યુવતિને બુળ વિસાવદરનો અને પોરબંદર રહેતો હિમાંશુ મનસુખભાઇ વિઠલાણીએ બિભત્સ વિડીયો કલીપ ઉતારી અને વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતિનું અપહરણ કરી ગયો હતો.

બાદમાં યુવતિ સાથે લગ્ન કરી તેણીને જુદી જુદી જગ્યાએ લઇ જયાં બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને મારી નાખવાના ઇરાદે તેણી ઉપર કેરોસીન વાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આ મતલબની ફરિયાદ ગઇકાલે યુવતીએ વિસાવદર પોલીસમાં હિમાંશુ વિઠલાણી તેમજ તેની બહેેન અને માતા-પિતા સામે નોંધાવતા પોલીસે ઘોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ ડીવાયએસપી એમ.એસ. રાણા ચલાવી રહ્યા છે.

(4:14 pm IST)