Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વિસાવદરનાં કાલસારીનો સંદિપ સાવરીયા કૌન બનેગા કરોડપતિમાં દેખાશે

 વિસાવદર તા.૧ વિસાવદર તાલુકાના કાલસારી ગામનો સામાન્ય ખેડૂત-હીરાદ્યસુનો પુત્ર આગામી તા.૧૧-૧૨ ના રોજ 'સોની' ચેનલ પર રાત્રીના 'કોન બનેગા કરોડપતિ' માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર આવી રહ્યાનુ ગ્રામજનોમાંથી જાણવા મળી રહ્યુ છે.

ગામજનોનાં જણાવ્યા અનુસાર કાલસારી ગામનો સંદિપ સાવલિયા સામાન્ય સ્થિતિના ખેડૂત પરિવારમાંથી આવે છે.તેમના પિતાને ભાઇએ ભાગ માત્ર પાંચ વીદ્યા ખેતીની જમીન છે.જેથી પરિવારનુ ગુજરાન ચલાવવા તેમના પિતા નાનકડી ખેતીની સારસંભાળ ઉપરાંત હીરાઘસુનુ કામ કરે છે.સંદિપને એ બે ભાઇઓ છે.જેમાં સંદિપે વલ્લભ વિદ્યાનગર ખાતે ફાઇન આર્ટ ફેકલ્ટીમા સ્નાતક છે.હાલ સંદિપ સુરત છે.નાનો ભાઈ ફર્નિચરને કામમાં છે.આગામી તા.૧૧-૧૨ના રોજ સંદિપ કેબીસીના સેટ પર આવી રહ્યો છે ત્યારે કાલસારી ગામમાં આનંદની લાગણી છવાઈ છે.સંદિપે કેટલાં પ્રશ્નોના જવાબ આપ્યા..? કેટલી રકમ જીતી..? તે અંગે સત્ત્।ાવાર વિગતો મેળવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

(4:11 pm IST)