Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દાઉદી વ્હોરા સમાજ સોમવારે નવા વર્ષની ઉજવણી કરશે

જસદણ તા ૭ : દુનિયાભરનો દાઉદી વ્હોરા સમાજ આગામી તા. ૧૦ સપ્ટેમ્બર સોમવારના રોજ સાંજે પોતપોતાના ગામોની મસ્જિદોમાં નમાઝ અદા કરી નવા વર્ષની ઉજવણી કરશે આ અંગે જસદણ સહિત સોંરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છેે. ઇસ્લામી મીસરી કેલેન્ડર મુજબ તા.૧૧ ને મંગળવારના રોજ હિજરી સન ૧૪૪૦ ની શરૂઆત થતી હોય, આ દરમિયાન શોકનો માસ મોહર્રમ શરૂ થતો હોવાથી સોમવારે સાંજે વ્હોરા બિરાદરો પોતપોતાના ગામોની મસ્જિદોમાં ફાતેમી દાઅવતની ડીઝાઇનવાળા વસ્ત્રોમાં એકત્ર થઇ મગરીખ તથા ઇશાની નમાઝ અદા કર્યા બાદ અલ્લાહ સમક્ષ દુઆઓ ગુઝારી એક મેકને મોહર્રમ માસની પહેલી રાત અને નવા વર્ષની મુબારકબાદી પાઠવી મધમધતી મીઠાઇઓ અને અટાકેદાર વ્યજંનો ફ્રૂટ, ડ્રાયફ્રૂટ નારીયેળ, જેવી અનેક આદ્યપદાર્થોથી થાળ સજાવી સામુહિક ભોજન કરશે. આવી રીતે સોૈરાષ્ટ્ર સહિત વિશ્વભરના દાઉદી વ્હોરા સમુદાય વસવાટવાળા ગામેગામ નવા વર્ષની ઉજવણી કરશે.(તસ્વીર હુસામુદીન કપાસી (જસદણ)

(4:08 pm IST)