Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જામનગરમાં હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ

જામનગર તા.૭: જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તેમજ હેમતભાઇ ખવાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં સર્વ શ્રી જીવણભાઇ કુંભરવડીયા, મેરગભાઇ ચાવડા, બીપેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, આનંદભાઇ ગોહિલ, રેવતુભા જાડેજા, કિશોરભાઇ વસરા, જયંતીભાઇ દોંગા, જયંતીભાઇ વાદી, રાજુભાઇ પટેલ, વસંતભાઇ ગોધાણી, દિલીપભાઇ ભટ્ટ, વિપુલભાઇ અજુડિયા તેમજ આજુબાજુના ગામોમાંથી અસંખ્ય ખેડૂતો સ્વયંભુ રીતે જોડાય ા હતા. તે પ્રસંગની તસ્વીર.(૧.૩)

(12:32 pm IST)