Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ધારીમાં અઠવાડીયામાં જ ડોકટરની નિમણૂંક ખાત્રી આપતા આરોગ્યમંત્રી

ધારી, તા.૭: અહિની ધારી સીવીલ હોસ્પિટલમાં છેલ્લા મહિનાઓથી કોઈ જ ડોકટર હોય નહીં માત્ર ડેપ્યુટેશન પર આયાતી ડોકટરોથી કામ ચલાવવામાં આવતું હોય સતત ડોકટરોની થઈ રહેલી માંગણીઓનો અંત આવી જવા પામ્યો છે એક જ સપ્તાહમાં ધારીના સરકારી દવાખાનામાં નવા ડોકટરોની નિમણૂંક કરવામાં આવશે તેવી બાહેંધરી ખૂદ રાજયના આરોગ્ય મંત્રીએ ભાજપના રજૂઆત કરતાઓને આપી છે

અમરેલી ખાતે આવેલા રાજયના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ જોશી, તાલુકા ભાજપ મહામંત્રી જીતુભાઈ જોશી અને ભાજપ આગેવાન નરેશભાઈ ભૂવાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે ધારી તાલુકો ૯૦ ગામોનો તાલુકો છે અને જરૂરીયાત મંદ લોકો માટે ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોકટર ન હોય માત્ર ડેપ્યુટેશન પર આયાતી ડોકટરોથી વહિવટ ચાલતો હોય માટે તુરંત અસરથી ડોકટરની નિમણૂંક કરવામાં આવે જેથી લોકોને મોટી રાહત થાય.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વ્યવસ્થિત અને વ્યાજબી રજૂઆતને લક્ષ્ય આપતા આરોગ્યમંત્રીએ એક સપ્તાહમાં જ નવા ડોકટરોની નિમણૂંક થશે તેવી બાહેંધરી આપેલ.(૨૩.૨)

(12:28 pm IST)