Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મહિલા સુરક્ષા ક્ષેત્રે ઉત્તમ કામગીરીઃઓખાના ડો. પુષ્પાબેન સોમૈયાનું સન્માન

ઓખાઃ રાજય સરકાર દ્વારા શરૂ કરેલ ૧૮૧ અભયમ હેલ્પ લાઇન તથા મહિલાલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય તે હેતુથી તથા મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશીષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનવા ખંભાળીયા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો અભયમ મહિલા સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાનું ગુજરાત ગ્રામઉદ્યોગ બજારના ચેરમેન મેધજીભાઇ કણજારીયા, ગુજરાત રાાજય પાઠય પુસ્તક મંડળના ચેરમેન પ્રો. નીતિનભાઇ પેથાણી, કલેકટર જે.આર. કોડીયા, મહિલા અગ્રણી મનીષાબેન ત્રિવેદી, એ.એસ.પી. સુબેના હસ્તે સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતા.(૧.૭)

(12:27 pm IST)