Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા નવીદિલ્હી ખાતે જન્માષ્ટમીની ઉજવણી

જુદાજુદા શહેરો માંથી ભાવિકો પધારીને કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ધોરાજી તા.૭: નવીદિલ્હી એમ.પી. હાઉસ ખાતે જન્માષ્ટમીના પાવન પર્વની ભાવિકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ સાથે નંદભયો તેમજ રાસલીલા સહિતના કાર્યક્રમ યોજીને કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરેલ હતી આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડેલ હતા.

આ તકે કુલદિપભાઇ, જેન્તીભાઇ, છગનભાઇ, બટુકભાઇ, અશ્વનીભાઇ, અશોકભાઇ, છગનભાઇ, ભાવેશભાઇ , શારદાબેન, કાન્તાબેન, સુરેખાબેન, મધુબેન, વીજયાબેન, ચંપાબેન, વીણાબેન, જાનવીબેન, ચંપાબેન , કાર્તિબેન સહિતના લોકો હાજર રહી કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીખીલ પીપળીયા, કરશન વેકરીયા, સાગર ઠુમર, યશ સાવલીયાએ જહેમત ઉઠાવેલ હતી આ પ્રસંગે સોૈરાષ્ટ્રના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયા, ભોળાભાઇ સોલંકી ખાસ હાજર રહેલ હતા. આ પ્રસંગે પ્રસાદ વિતરણ કરીને ભાવિકો એ ધન્યતા અનુભવેલ હતી.(૧.ર)

 

(12:21 pm IST)