Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબી સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર અંતર્ગત ચાર કેટેગરીમાં જીલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યા

ઓવરઓલ, કોવીડ ૧૯ પ્રીપેર્ડનેસ એન્ડ રિસ્પોન્સ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ તેમજ હેન્ડવોશિંગ વિથ સોપ એમ ચાર કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા

મોરબી : સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૧-૨૨ અંતર્ગત મોરબીની સાર્થ વિદ્યામંદિરને ૪ કેટેગરીમાં જીલ્લા કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયા છે
જીલ્લા કક્ષાના સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને ઓવરઓલ, કોવીડ ૧૯ પ્રીપેર્ડનેસ એન્ડ રિસ્પોન્સ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ તેમજ હેન્ડવોશિંગ વિથ સોપ એમ ચાર કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે અને કુલ ચાર કેટેગરીમાં દરેકમાં ૯૦ ટકા સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે
જે એવોર્ડ સમારોહ મોરબીના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો જેમાં સાર્થક વિદ્યામંદિર તરફથી સંચાલક કિશોરભાઈ શુક્લ અને પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા જે એવોર્ડ શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો

(10:37 am IST)