Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા રાંધણ ગેસના બાટલા માં ભાવ વધારો તેમજ કમ્મર તોડ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન, રાજકોટ જીલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ કરતા કાર્યકરો ની કરવામાં આવી અટકાયત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

દ્વારકા જિલ્લાના બારા ગામે પાણીના વહેણમાં ગાયો તણાઈ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે નાના કોઝ વે ઉપરથી વરસાદી પાણી ને કારણે લોકો અને પશુ ઓને આવવા જવામાં હાલાકી. જિલ્લા વહીવટી તંત્ર લોકોને નીચાણ વાળા વિસ્તાર અથવા કોઝ વે પસાર કરવામાં સાવચેતી રાખવાની અપીલ કરી.

સુરત અડાજણ વિસ્તાર ની ઘટના, SMC ના કર્મચારી બની ને કર્યો લૂંટનો પ્રયાસ, ઘરમાં આવી મહિલા ને મારમારી લૂંટ ચલાવી હતી, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ, ફરિયાદ દાખલ.

જુનાગઢ સહીત જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છે, ત્યારે ગીરનાર પર્વત નો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આજ સવારથી વરસી રહેલા વરસાદને કારણે સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા નદીઓમાં આવ્યા પુર આવ્યુ, રાજકોટના જામકંડોરણા-ગોંડલ વચ્ચેનો ફોફળ નદીનો પૂલ તૂટ્યો, વાહન વ્યવહાર બંધ.

કાલાવડના નાના વડાળા ગામે સ્કુલ બસ પાણી માં ખાબકી, ભારે વરસાદના પગલે પાણીના ધસમસતા પ્રવાહ માં સ્કુલ બસ ફસાતા કરવામાં આવ્યું રેસ્ક્યુ.

કચ્છ ભચાઉના આધોઈ પાસે ટ્રક નદીમાં ફસાઈ, પાણીનો પ્રવાહ વધતાં ટ્રક નદીમાં ફસાઈ.

તા. દ્વારકા ગામ. ટુંપણી આજનો વરસાદ સવારે ૮.૫૦ વાગ્યાથી અત્યાર સુધી નો ૧૨ ઈંચ ...હજુ કન્ટીન્યુ અતિભારે ચાલુ.