Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સુરતમાં હલકી ગુણવતાની વસ્તુ વેચવા બાબતે મનપાએ 12 સંસ્થાને 1.86 લાખનો દંડ ફટકાર્યો

સુરત: મ્યુનિ.ના ફુડ વિભાગે વર્ષ ૨૦૧૮ની શરૃઆતથી અત્યાર સુધી  લીધેલા સેમ્પલમાં કેટલાક સેમ્પલ મીસ બ્રાન્ડ ( હલકી ગુણવત્તા)ના જણાતા  આવી વસ્તુ વેચનારા સામે દંડનીય કામગીરી કરી છે. મ્યુનિ. તંત્રએ મીસ બ્રાન્ડ વસ્તુ વેચનારા ૧૨ વેપારીઓ સામે એડજ્યુડીકેટીંગમાં ફરીયાદ દાખલ કરીને વપારીઓ પાસેથી ૧.૮૬ લાખ રૃપિયાના દંડ વસુલ કર્યો છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતાં વેપારીઓ દ્વારા મીલાવટ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિ. તંત્રએ સતત દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. લેબોરેટરીમાં સેમ્પલની ચકાસણી બાદ ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૧૨ સંસ્થાઓ દ્વારા વેચાણમાં મુકવામાં આવેલી સામગ્રી મીસ બ્રાન્ડ ( જણાવ્યા કરતાં હલકી કક્ષા)ની નિકળી હતી.
જો બ્રાન્ડ ફેલ જાય તો મ્યુનિ. ંતત્ર કોર્ટમાં કેસ કરે છે પરંતુ આવા  મીસ બ્રાન્ડ- હલકી  ગુણવત્તાવાળી સામગ્રીના વેચાણમાં મ્યુનિ. તંત્ર વેચાણ કરનારી સંસ્થા સામે એડજ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ કરે છે. મ્યુનિ. તંત્રએ દાખલ કરેલી ફરિયાદમા  ૧૨ વેપારીઓને ૧.૮૬ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરની જુદી જુદી  દુકાનોમાં નમુના લઈને પુથ્થકરણ કરાવ્યાતેમાં કેટલીક જગ્યાએ નમુના હલકીગુણવત્તાના માલુમ પડયા હતા. જોકે, સુરમતાં મોટા ભાગે દુધમાં પાણી મીલાવવાના કિસ્સા સૌથી  વધુ હોવાનું બહાર આવી રહ્યું છે.

(4:47 pm IST)
  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST