Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

૧૧૬૩ ફુટ લાંબી લાઇનમાં ૨૪૯૬ હોટડોટ બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

મહેન્દ્ર સિંહ ધોનીઅે ટીમ ઇન્ડિયા અને તેની પત્ની તથા પુત્રી સાથે ઉજવ્યો ૩૭મો જન્મદિવસ પુત્રી જીવાઅે ગીત ગાઇને જન્મદિવસની શૂભેચ્છા આપી અને કહ્યું કે હેપ્પી બર્થ ડે પાપા, આઇ લવ પાપા, તમે ઘરડા થઇ રહ્યા છો

સંજય દત્ત જેવી બોડી બનાવવા માટે સવારે ૩ વાગ્યે ઉઠીને અેક્સરસાઇઝ કરવી પડી અને પ્રોટીન શેક પીવુ પડતુ હતુઃ વારંવાર રણબીર કપૂરના લુક્સ રીજેક્ટ થતા હોવા છતાં ટીમે હાર ન માની અને મળી સફળતા

ટ્વિટર ઉપર હનુમાનજી અને સીતાજી વિશે અયોગ્ય ટિપ્પણી કરતા ગુજરાતના સસ્પેન્ડ આઇપીઅેસ ઓફિસર સંજીવ ભટ્ટ ફરી અેક વાર મોટા વિવાદમાં ફસાયા

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • નર્મદાના સાગબારા પંથકમાં ભારે વરસાદને કારણે ભોર આંબલી ગામ પાણીમાં ડૂબ્યું : નદીમાં પુર ને કારણે ગામમાં પાણી ફરી વળ્યા : ખેત મજૂરો સહિત અન્ય ગામમાં ગયેલ લોકો ફસાયા : નદીમાં સુરક્ષા દીવાલ ન હોવાને કારણે ઘરોમાં ઘુસી ગયા પાણી access_time 7:19 pm IST