Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કપડવંજ તાલુકામાં બે બાઈક સામ-સામે અથડાતા બને ચાલક મોતને ભેટ્યા

કપડવંજ:તાલુકાના ડોડીયા-વાસણા સીમમાં ગઈકાલે સવારે સામસામે બે મોટરસાઈકલ અથડાયા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનચાલકોને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ અંગે કપડવંજ રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના કોઠડામાં રહેતાં રઈજીભાઈ ગાડાભાઈ વાઘરી પોતાની મોટરસાઈકલ નં જીજે ૦૯ સીએચ ૫૪૧૫ લઈને કપડવંજ તાલુકાના ડોડીયા-વાસણાં સીમમાંથી પસાર થતાં હતાં. તે વખતે સામેથી મોટરસાઈકલ નં જીજે ૦૭ બીઈ ૯૪૬૧ લઈને લાંભવેલના રાજેશભાઈ નરસિંહભાઈ રાવલ પુરપાટ આવતાં હોઈ તેમણે રઈજીભાઈની મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં બંને મોટરસાઈકલ ચાલકોને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે દાખલ કર્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગાડાભાઈ શંકરભાઈ વાઘરીની ફરિયાદને આધારે મોટરસાઈકલ નં જીજે ૦૭ બીઈ ૯૪૬૧ ના ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(4:44 pm IST)
  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST

  • ગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST

  • ગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST