Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

તોરણીયા પ્રા.શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

જૂનાગઢ તા.૬ : ઇન્કલુઝન સ્કૂલ કોનસેપ્ટ અંતર્ગત નોર્મલ શાળામાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકોને પણ શાળામાં અન્ય બાળકોની જેમ મહત્વ મળી રહે, શાળાની સહઅભ્યાસીક પ્રવૃતિઆઓમાં ભાગીદારી મળે તે માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવે છે. તે અંતર્ગત ૩ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

     જૂનાગઢ તાલુકાની તોરણીયા પ્રાથમીક શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં શાળાના શિક્ષકો, વાલીઓતેમજ બાળકોને દિવ્યાંગોને મળતા સરકારી લાભો અને તેમના અધિકારો વીસે માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગ બાળક શાળાના તમામ બાળકોની સાથે દરેક પ્રવૃતિમાં સહભાગી થાય અને શેક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય તે માટે દિવ્યાંગ બાળક દ્વારા સહપાઠી મિત્રને ફ્રેંડશીપ બેલ્ટ બંધવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્પેશિયલ ખેલમહાકુંભમાં ભાગ લીધેલ દિવ્યાંગ બાળકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

     કાર્યક્રમના અંતે દિવ્યાંગ બાળકો પણ નોર્મલ બાળકોની જેમ રમત ગમત ભાગ લઈ સકે તે બતાવવા માટે લીંબુ ચમચી અને અન્ય રમતો રમાડવામાં આવી હતી.

        આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા આઈ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે સ્પેશિયલ અજયુકેટર જિજ્ઞેશભાઈ મહેતા અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)