Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગોંડલના ભગવત પરામાં જુના મનદુઃખમાં જાવીદભાઇ પર છરી અને પાઇપથી હુમલો

અસલમ ખાટકી, મોહસીન કટારીયા અને ડોલી ઉર્ફે મહમદ તૂટી પડયા

રાજકોટ, તા., ૬: ગોંડલના ભગવતપરામાં જુના મનદુઃખનો ખાર રાખી ખાટકી યુવાન પર ૩ શખ્સોએ છરી અને પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં. ર૯માં રહેતા જાવીદભાઇ કરીમભાઇ કટારીયા (ખાટકી) (ઉ.વ.ર૬)ઉપર આરોપી અસલમ ખાટકીએ છરીથી તેમજ મોહસીન અબુભાઇ કટારીયાએ ઢીકા-પાટુનો માર મારી અને ડોલી ઉર્ફે મહમદ અબુભાઇ કટારીયાએ  પાઇપથી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત જાવીદભાઇ અને આરોપીઓ વચ્ચે જુનુ મનદુઃખ ચાલતું હોય તેનો ખાર રાખી ઉકત ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હતો.

આ અંગે જાવીદભાઇ કટારીયાએ ઉકત ત્રણેય શખ્સો સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરતા હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)