Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કુતિયાણા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી માલદે રામાનું હાર્ટ એટેકથી મોત

દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી સવારે ઉઠયો નહીં

કુતિયાણા તા.૬: દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી માલદે રાણા મકડિયા વણકરને પોલીસ સ્ટેશનના લોકઅપમાં હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું છે.

મરણ જનાર માલદે રામા આજે સવારે ઊંઘમાંથી ન ઉઠતા સાથે રહેલ આરોપી મીતેશ ગાંગા કડછાએ પોલીસને જાણ કરી હતી અને ડોકટરને બોલાવતા ડોકટરે માલદે રામા મરણ ગયાનું જાહેર કર્યુ હતું.

આ બનાવની જાણ થતાં પોરબંદરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કુતિયાણામાં દોડી આવેલ છે.

(3:53 pm IST)