Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમરેલીમાં ૧૧ લાખની આંગડીયા લૂંટ

મહેન્દ્ર અરવિંદ પેઢીનો કર્મચારી- પાટણનો શખ્સ ફરાર

અમરેલી, તા.૬: અમરેલીમાં એક આંગડીયાની પેઢીમાં કામ કરતો પરપ્રાંતીય શખ્સ રૂ.૧૧ લાખની  રોકડ અને બાઇકની ચોરી કરી નૌ દો ગ્યારા થઇ જતા તેની વિરુઘ્ધ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ હાથધરી છે.

આ બનાવની વધુ વિગતો અનુસાર અમરેલીમાં હિરામોત ચોક નજીક આવેલ બોમ્બે માર્કેટમાં મહેન્દ્ર અરવિંદ નામની આંગડીયા પેઢીમાં કામ કરતો પરપ્રાંતીય શખ્સ રમેશ મોહન પટેલ (રહે પાટણ)એ પેઢીમાંથી ૧૧ લાખની રોકડ તથા બાઇક લઇ તા.૪–૭ના રોજ નાસી ગયો હતો જેથી લાંભશંકરભાઇ મંગળભાઇ ત્રીવેદીએ અમરેલી સીટી પોલીસ સ્ટેશ્નમાં ફરિયાદ  પી.આઇ.શ્રી દેસાઇએ ફરિયાદ નોંધી તજવીજ હાથધરી છે.

(3:41 pm IST)