Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જેતલસર માનસીક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ

દિલીપ ઉર્ફે કાનો,મહેશ કોળી સામે ગુન્હોઃ મનીષ મોરબીયાએ મદદગારી કરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૬: પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તાલુકાના જેતલસર જંકશન ગામે શર્મા નગર વિસ્તારમાં રહેતી અસ્થિર મગજની ૧૯ વર્ષની બાળા ગઇકાલે તેમના ઘરે એકલી હોય તેની એકલતાનો લાભ લઇ આજ ગામમાં રહેતા નરાધમ શખ્સો દિલીપ ઉર્ફે કાનો મહેશભાઇ કોળી સોલંકી તેમજ મનીષ રસીકભાઇ મોરબીયા ખાંટ તેના ઘરમાં પ્રવેશી દિલીપ સોલંકીઓ બાળા ઉપર દુષ્કર્મ આચર્યુ અને મનીષે તેને મદદગારી કરી નાશી છુટેલ.

ભોગ બનનારની માતા તેના કામ સબબ રાજકોટ ગયેલ હોય તે સાંજે પરત ફરતા બનાવની જાણ કરેલ તેના પિતા રેલ્વે કર્મચારી હોય થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે બદલી થયેલી તેથી તે અમદાવાદ ફરજ પર હતા તેમને જાણ કરતા આ બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા તાલુકા પી.એસ.આઇ. એચ.એ. જાડેજાએ આજરોજ સવારે ફરીયાદ નોંધી બન્ને નરાધમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ અને ભોગ બનનાર બાળાને મેડીકલ ટેસ્ટ માટે રાજકોટ મોકલેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગત શનિવારે જ જેતલસરના ૧૦ લુખ્ખા તત્વોએ એક યુવતી ઉપર દુષ્કર્મ આચરેલ અને તેના બોયફ્રેન્ડને ગોંધી રાખી તેના ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય રેલ હજુ તેના આરોપીઓને ર દિવસ પહેલા જ ત્યાં જેતલસર જંકશનમાં સરઘસ કાઢેલ ત્યાં આવો બીજો બનાવ બનવા પામેલ હોય લોકોમાં આવા આવાર તત્વો ઉપર ફીટકાર વર્ષાવી રહયા છે. (૧.૩૨)

(3:35 pm IST)