Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભાવનગરમાં પત્નિ સાથે ઝઘડા બાદ દેવીદાસભાઇ વાઘેલાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

ભાવનગર તા. પ :.. ભાવનગરમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ દરજી યુવાને ઘેરથી ચાલ્યા જઇ ટ્રેન તળે ઝંપલાવી આપઘાત વ્હોરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ શહેરનાં ઘોઘા સર્કલ -ઘોઘા રોડ સ્વસ્તિક કોમ્પલેક્ષમાં રહેતાં અને દરજી કામ કરતાં દેવીદાસભાઇ જાદવજીભાઇ વાઘેલા ઉ.૪૬ ને તેના પત્ની સાથે ઝઘડો થતાં ઘેરથી ચાલ્યો ગયો હતો. અને ભાવનગર રેલ્વે પ્લેટ ફોર્મ-નં. ૧, નજીક ઓખા ટ્રેન તળે પડતું મુકી આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

(11:51 am IST)