Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કાલાવડમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ર જુથ વચ્ચે બબાલઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કાલાવડ તા.૬: કાલાવડના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગઇ રાત્રે ૧૦:૩૦ થી ૧૧ વાગ્યાના સુમારે ઇંડાની રેકડી પાસે ક્ષત્રિય અને મુસ્લિમ યુવકને કોઇ બાબતે બબાલ થતા એક જુથના લોકો મોટી સંખ્યામાં અકઠા થઇ જતાં મામલો બીચકયો હતો.

આ બાબતે પોલીસને જાણ થતાં સમય સુચકતા વાપરી પોલીસે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવી બંન્ને જુથ ના લોકોને બનાવના સ્થળેથી દુર કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

થોડો સમય વાતાવરણ તંગ બની ગયેલ હતું. પરંતુ પોલીસની સમય સુચકતાથી કોઇ અથડામણ થતા રહી ગયેલ હતી.

કાલાવડમાં હજુ ક્ષત્રિય અને મુસ્લિમના જુથ અથડામણનો કેસ ચાલુ હોય અને બનાવ બનતા પોલીસ સર્તક બની આ જુથ અથડામણ અટકાવી હતી રાત્રે થોડો સમય વાતાવરણ તંગ બનેલ હતું અને ખોટી અફવા ફેલાઇ હતી.

(11:51 am IST)