Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હળવદમાં એન્જીન નીચે આવી જતા બે બાળકોના કરૂણ મોત

રમતા રમતા રેલ્વે ટ્રેક સુધી પહોંચી જતા કરૂણાંતિકા સર્જાઇ

વઢવાણ, તા.૬: હળવદ તાલુકના ભવાની નગરમાં રેહતા શેરભાઈ આદીવાસીના બાળકો રેલવે ટ્રેક નજીક રમી રહ્યા હતા ત્યારે એક રેલ્વનું એન્જીન પસાર થતા ત્યાં રમી રેહલા ત્રણ બાળકોમાંથી રાજ (ઉ.વ.૧) અને તેની મોટી બેહન રંજન (ઉ.વ.૨) એન્જીન નીચે આવી જતા બનેના ઘટના સ્થળે મોત નીપજય હતા ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

શેરાભાઈ ને સંતાનોમાં ચાર બાળકો છે જેમાંથી બે બાળકોના અકાળે મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે. જયારે બનાવને પગલે રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી બંને માશુમ ની લાશને પીએમ માટે શહેરની હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:46 am IST)