Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગારીયાધાર નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ગુજરાત હાઇકાર્ટમાં PIL દાખલ કરાઇ

વિરોધપક્ષના ૧૪ સભ્યો દ્વારા સત્તાધારી પક્ષે ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ

ગારીયાધાર તા.૬: ગારીયાધાર ન.પા. પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં અનેક મુદ્દાઓને લઇને રીકવરી લાવવા અને સરકારના નિમયો નેવે મુકીને થતી કામગીરીઓ બાબતે પીઆઇએલ ન.પા.ના જ વિરોધ પક્ષ કોંગ્રેસના સદસ્યો દ્વારા આધાર-પુરાવો સાથે રજુ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે વિરોધમાં બેઠેલી કોંગ્રેસ પાર્ટીના ૧૪ સદસ્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટના અભિલાષા કુમારીની બેંચમાં ન.પા. કચેરીમાં સરકારની ગાઇડ લાઇન હોવા છતા સતાધીશો ન.પા. પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા એકપણ બોર્ડ બેઠક બોલાવ્યા વગર મંજુરી લીધા વગર કરોડોના બીલોની ચુકવણી કરવી, સરકારના નિયમોનુસાર કોન્ટ્રાકટરો પાસેથી જીએસટી વગરના બીલો મેળવી ચુકવણા કરવા, રોયલ્ટી પહોંચો દેખાડયા વગર ચુકવણા કરવા, સરકાર દ્વારા નિયુકત કરેલી થર્ડ પાર્ટીનું ઇન્ફેકશન ન કરાવવું, બોર્ડ બેઠકોમાં મંજુરી લીધા વગર કામો આપી દેવા જે તમામ મુદ્દાઓને લઇને ન.પા. ના આધાર પુરાવાઓ સાથે પિટીશન દાખલ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ પાસે ત્રણ દિવસ પહેલા રજુઆત કરવામાં આવી હતી.

આ આધાર-પુરાવાઓને ધ્યાને લઇને ગુજરાત હાઇકોટેની અભિલાષા કુમારીની બેંચ દ્વારા કેસ નં. ૧૦૧૦૮/૨૦૧૮ ને પિટીશનની મંજુરી આપી દેવામાં આવી હતી. વળી, આ બાબતે ગારીયાધાર ન.પા. કોંગ્રેસના સદસ્ય ભાવેશભાઇ ગોરસીયાને પુછતા વધુમાં જણાવ્યું હતું કે ન.પા. ખાતે સતાધીશો અને કર્મીઓ દ્વારા પોતાના હિત માટે ન.પા. ખાતે કોન્ટ્રાકટરોના લેટરો પર બીલો બનાવીને ચુકવણા થઇ રહયા છે જે એકપણ બીલોમાં કયાંય પણ જીએસટી નંબર હોતો નથી.

જયારે આ બાબતે ન.પા. કચેરીના ઇન્ચાર્જ ચિફ ઓફિસર બી.આર. બરાળને  ન.પા. ખાતે કે તેમને આ પિટીશનની કોઇ કોપી મળી નથી. તેમ જણાવ્યું હતું.

(11:43 am IST)