Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉનામાં સોનોગ્રાફી મશીનનું રજીસ્ટર ન નિભાવનાર સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટર સામે કાર્યવાહી

સોનોગ્રાફી મશીન સીલઃ તાલુકા હેલ્થ ઓફીસરનું ચેકીંગ

ઉના તા. ૬ :..  સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. જુંગીની ગોકુલ હોસ્પીટલમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર સોનોગ્રાફી મશીન સીલ કરી  કાર્યવાહી કરતા તબીબ આલમમાં ફફડાટ ફેલાયો હોસ્પીટલવાળા સોનોગ્રાફીનું રજીસ્ટર મેન્ટેન કરતા ન હોય કાર્યવાહીકરી છે.

ગીર સોમનાથ, સોમનાથ જીલ્લામાં તમામ સોનોગ્રાફી સેન્ટર ધરાવતા ડોકટરો પી. એન. ડી. ટી. એકટનો ચુસ્ત પણે અમલ કરાય તે હેતુથી ગીર સોમનાથ જીલ્લાનાં આરોગ્ય અધિકારી ડોકટર ભરતભાઇ એલ. આચાર્ય ના માર્ગદર્શન હેઠળ જીલ્લાની પી. સી. પી. એન્ડ ડી. ટી. ટીમ નોડલ અધિકારી ડો. એ. બી. ચૌધરી અને ઉના તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. આર. આર. ચુડાસમા ત્થા સ્ટાફે શહેરમાં ગોકુલ હોસ્પીટલ ચલાવતાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટર જે. વી.જુંગી ની હોસ્પીટલમાં ઓચીંતુ ચેકીંગ કરતાં તપાસ કરતા પી. સી. પી.એન્ડ ડી. ટી. એકટનાં નિયમો અનુસાર નિભાવાતા થતો ફોર્મ એ અને સર્ગભા મહિલાઓની માહિતી રજીસ્ટરમાં ભુલ હોય અને નિયમ મુજબ નિભાવેલ ન હોય તેથી ડો. જુંગીની હોસ્પિટલમાં રાખેલ બે સોનોગ્રાફી  મશીન સીલ કરી દેવામાં આવ્યા છે.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઇ આચાર્યએ જણાવેલ કે સમગ્ર જીલ્લાભરનાં સોનોગ્રાફી મશીન ધરાવતા સેન્ટરમાં જરાપણ કચાસ કે. પી. સી. પી. એન. ડી.ટી.એકટની અમલવારી કરવામાં રખાશે તો ભવિષ્યમાં ક્રોષ ચેકીંગ કરી શંકાસ્પદને યોગ્ય દંડ કરવામાં આવશે.

ડોકટર ઉપર કાર્યવાહી થતાં સોનોગ્રાફી મશીનનો ગેરઉપયોગ કરતાં સેન્ટર સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:39 am IST)