Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જેતપુર-નવાગઢના સસ્તા અનાજના દુકાનદાર કાજી યાહયાને ત્યાં પુરવઠા અધિકારી પૂજા બાવડાની તપાસ બાદ ૩૩ હજારનો જથ્થો સીઝ કરાયેલઃ પુરવઠા ઇન્સ્પેકટરોના રીપોર્ટ બાદ હવે ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ કરાયું

જેતપુર-નવાગઢના રાશનીંગ દૂકાનદાર કાજી યાહ્યા ગફારભાઇને ત્યાં ડીએસઓ શ્રી પુજાબેન બાવડાની તપાસમાં ચણા ઓછા અપાતા હોવાની અને અન્ય ગેરરીતિઓ બહાર આવતા ૩૩ હજારના ઘઉં-ચોખા-ખાંડ-તેલ-મીઠુ સીઝ કરાયા હતાઃ આ પછી ઇન્સ્પેકટરો પરસાણીયા અને કિરીટસિંહ ઝાલાએ રીપોર્ટ કરતા આજે જીલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડાએ ઉપરોકત દુકાનદારનું ૯૦ દિવસ માટે તાકિદની અસરથી લાયસન્સ સસ્પેન્ડ કરી દીધુ.

(3:14 pm IST)
  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં લંડન સ્થિત વિજય માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસ મામલે ઇડીની કાર્યવાહી access_time 7:25 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST