Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ટંકારા પાસે મોરબી એલસીબીએ રીક્ષામાંથી 'દેશી'નો જથ્થો ઝડપી લીધો

રાજકોટના વિશાલની ધરપકડ : રાહુલ સહિત બેના નામો ખૂલ્યા

ટંકારા તા. ૫ : ટંકારા નજીક રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને એલસીબીએ દબોચી લીધો હતો.

ટંકારાના ઘુનડા ગામ નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા નં જીજે ૦૩ એ એકસ ૨૦૩૬ શંકાસ્પદ જણાતા એલસીબી ટીમે રિક્ષાને આંતરી લઈને તલાશી લેતા રીક્ષામાંથી દેશી દારૂ કીમત રૂપિયા ૪૨૦૦ મળી આવતા રીક્ષામાં સવાર આરોપી લીવ ઉર્ફે વિશાલ મિતેશ લોડ્રીકસ રહે. રાજકોટ વાળાને ઝડપી લઈને રીક્ષા તથા દારૂનો જથ્થો મળીને કુલ ૫૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી એજાજ સંધી રહે. મોરબી અને રાહુલ ગોહેલ રહે. રાજકોટવાળાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:04 pm IST)