Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે ઉપર આડેધડ દોડતા ડમ્પરો સામે પોલીસની લાલ આંખ : ૫૩ સામે કાર્યવાહી

વઢવાણ તા. ૬ : જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી ની સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નેશનલ હાઇવે ઉપર આવેલા લીંબડી ડિવિઝન ના ચોટીલા, સાયલા, બામણબોર, લીંબડી તથા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે પો.ઈન્સ. પી.ડી.પરમાર, પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, આર.આર.બંસલ, જે.ડી.મહીડા, ડી.જે.વાઘેલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નેશનલ હાઇવે ઉપર ડમ્પર ડ્રાઇવ રાખી, ગેર કાયદેસર ચાલતા ડમ્પર ચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવેલ છે.

લીંબડી ડિવીઝનના ચોટીલા, સાયલા, બામણબોર, લીંબડી તથા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક શાખા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કાર્યવાહી કરી, ચોટીલા ખાતે ૦૬, બામણબોર ખાતે ૦૩, સાયલા ખાતે ૧૭, ચુડા ખાતે ૦૨, પાણશીણા ખાતે ૧૦, લીંબડી ખાતે ૧૫ સહિત કુલ આશરે ૫૩ ડમ્પર ચાલકો, વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ સઘન કાર્યવાહીના કારણે નેશનલ હાઇવે રોડ ઉપર લાયસન્સ સાથે નહિ રાખી, નંબર પ્લેટ વિના ડમ્પર ચલાવતા ચાલકો, રેતી/માટી/કપચી ઉપર તાડપત્રી નહિ ઢાંકતા ડમ્પર ચાલકો, બેફામ ચલાવતા ડમ્પર ચાલકો વિરુદ્ઘ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવતા, ડમ્પર ચાલકો દ્વારા પોતાના ડમ્પર ઉપર નંબર પ્લેટ લગાડવાનું, રેતી/માટી/કપચી ઉપર તાડપત્રી લગાડવાનું, લાયસન્સ સાથે રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે. ચોટીલા સાયલા લીંબડી ખાતે રોંગ સાઈડ બાજુ વાહનના ચાલકો વિરુદ્ઘ કેસો દાખલ કરવામાં આવતા, રોંગ સાઇડ વાહન ચલાવવાનું પણ બંધ કરવામાં આવેલ છે....

ંઆ કાર્યવાહી સતત ચાલુ રાખી, બેફિકરાઈથી ચલાવતા ડમ્પર ચાલકો વિરુદ્ઘ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:04 pm IST)