Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જુનાગઢનો કુંજલ દવે ભેસાણમાંથી વિદેશી દારૂ સાથે ઝડપાયો

સ્વીફટ કારમાં માલ લઇને જતો'તો

જૂનાગઢ તા. પ :.. જૂનાગઢનાં કુંજન દવેને પોલીસે ભેસાણમાંથી કારમાં વિદેશી દારૂ લઇને જતો ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

એસ. પી. નિલેશ જાજડીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.કે. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ જમાદાર એસ. એમ. દેવરે વગેરે રાત્રે ભેંસાણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે મળેલી બાતમીના આધારે વોંચ ભેંસાણના ખોડીયારનગરમાં વોચ ગોઠવીને  જૂનાગઢનાં વાડલા ફાટક પાસે રહેતો કુંજન પ્રવિણભાઇ દવે (ઉ.૩પ) ને સ્વીફટ કારમાં દારૂ લઇને પકડી પાડયો હતો.

પોલીસે ૭૬ બોટલ દારૂ તેમજ રૂ. લાખની કાર સહિત કુલ રૂ. ૩,૧૪,ર૦૦ નો મુદામાલ કબ્જે કરી કુંજન દવે વિરૂધ્ધ ભેંસાણ પોલીસમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:01 pm IST)