Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સંઘર્ષ કરતા રહો, મંજુલ આપોઆપ મળી જશે ઇન કલેકટર રાવલની બેરોજગારીઓને સોનેરી શીખ

દેવભૂમિ દ્વારકા જીલ્લાને ખંભાળીયામાં એપ્રેન્ટીસ ભરતી મેળામાં યુવાનો ઉમટી પડયા

દેવભુમિ દ્વારકા, તા.પઃ ગુજરાત રાજયના યુવાધનને રોજગાર અને કૌશલ્ય મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત રાજયના તમામ જીલ્લામાં ખાસભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકામા આજરોજ સવારે ૧૦ કલાકે યોગ કેન્દ્ર નગરપાલિકા ગાર્ડન ખંભાળીયા ખાતે ખાસ એપ્રેન્ટીસ ભરતી મેળો કલેકટરશ્રી રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઇન.કલેકટરશ્રી આર.આર.રાવલે જણાવ્યું કે રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકાર જયારે રોજગારી આપવા કટીબધ્ધ હોય ત્યારે યુવાનોએ મોટા સપના રાખી તેને સાર્થક કરવા સખત મહેનત કરવી જોઇએ તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સખત મહેનત કરતા રહો મંજીલ આપો આપ મળી જશે તેમ જણાવ્યું હતું.

આ ભરતી મેળામાં જીલ્લાના મોટા ઔદ્યોગિક એકમો ઉપરાંત ઓટો સેકટરના એકમો, નગરપાલિકા, સહકારી એકમ, ખાનગી હોસ્પિટલ, હોટલ, ખાનગી શાળાઓ સહિતના ક્ષેત્રમાં જિલ્લાના કુલ ૪૩૮ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ૬૫ ઉમેદવારો પસંદ થયા હતા. પસંદગી પામેલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમ દરમિયાન રૂ.૬૪૦૦ સુધીનું માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

આ ભરતી મેળામાં દેવભૂમિ દ્વારકા રોજગાર અધિકારીશ્રી ભદ્રા, ખંભાળીયા નગરપાલીક ચિફ ઓફીસરશ્રી ગઢવી, જીલ્લાની આઇ.ટી.આઇ.ના આચાર્યો, કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)