Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પાછળ આવવાની ના પાડતા સરતાનપર (બંદર) ગામે એક જ પરીવારની ચાર યુવતી-યુવાન પર હુમલો

તળાજા પંથકમાં મહીલાઓ અસલામત !

તળાજા, તા., ૬: તળાજા શહેર પંથકની  બહેન દીકરીઓ અસલામત હોવાનો અને આવારા તત્વોને મોકળુ મેદાન મળતું હોવાનો બનાવ સરતાનપર (બંદર) ખાતે થયેલ મારામારી ને લઇ સામે આવ્યો હતો.

તળાજા ૧૦૮ દ્વારા સરતાનપર (બંદર) ગામની દક્ષાબેન અરવિંદભાઇ બારૈયા (ઉ.વ.ર૦) અસ્મીતાબેન અરવિંદભાઇ બારૈયા (ઉ.વ.૧પ), સવિતાબેન ભટુરભાઇ બારૈયા (ઉ.વ.૩પ), દયુબેન અરવિંદભાઇ બારૈયા (ઉ.વ.૩પ) મુન્નાભાઇભટુરભાઇ બારૈયા (ઉ.વ.ર૧)ને નાની-મોટી ઇજાઓ સાથે રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતા.

હુમલાખોરોનો ભોગ બનનાર મુન્નાભાઇ બારૈયા તથા દયુબેન અરવિંદભાઇએ જણાવ્યું  હતું કે પાડોશમાં રહેતો વિજય બારૈયા દિકરી જયારે-જયારે ઘરની બહાર નીકળે ત્યારે તેમની પાછળ જઇ છેડતી કરે છે. પરેશાન કરે છે.

જેના કારણે બે દિવસ પહેલા તળાજા પોલીસ મથકે આવીને આવારાગીર્દી કરતા વિજય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા આવેલ. પરંતુ તે સમયે જમાદારને મોકલી પગલા ભરીશું તેમ કહી વળાવી દીધા હતા.

જેના કારણે આવારાગીર્દી કરતા શખ્સને મોકળુ મેદાન મળતા આજે ફરી છેડતી કરવા જતા તેમ કરવાની ના પાડતા દસેક લોકોને ભેગા કરી કુહાડી, લાકડી ધારણ કરી હુમલો કરેલ હતો.

(11:35 am IST)