Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બોંડલ પોલીસ મથકના નોટીસ વોર્ડ પર રોજ લખાય છે સુવાકયો!

જયાં ચોર, લુટારૂ અને ગુડાઓની શાન ઠેકાણે લવાય છે તે : પોલીસ ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા સુવાકયો લખી ધાર્મીક-સામાજીક જવાબદારી નિભાવે છે

ગોંડલ, તા.૫: પોલીસ મથકનું નામ પડતા જ લોકોના મનમાં ચોર, લૂંટારું અને ગુંડાગીરી અને ગેરકાનૂની પ્રવૃત્ત્િ। કરનારાઓ ની સાન ઠેકાણે લાવતા લાવતા પોલીસ અધિકારીઓ નું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે, રાજયના ગૃહ વિભાગ દ્વારા ગોંડલ ને પણ નવનિર્મિત સીટી પોલીસ મથક આપવામાં આવ્યું છે અહીં પ્રવેશ દ્વાર ઉપર એક નોટિસ બોર્ડ પણ છે જેમાં રોજિંદા સવારે સુવાકયો લખી ધાર્મીક અને સામાજીક સદેશો અપાઇ છે.

સુવાકયો લખવાની જવાબદારી પોલીસ મથક ની જીપ ચલાવતા પ્રવિણસિંહ જાડેજા દ્વારા નિભાવમાં આવી રહી છે અને આ કાર્યને તેઓ તન અને મન થી નિભાવી રહ્યા છે અને તેઓના સુલેખન એ ઈશ્વર ના આશીર્વાદ સામાન છે, પ્રવિણસિંહ ને વાંચન નો ખુબજ શોખ છે તેઓ દ્વારા રામાયણ, શ્રીમદ્દ ભાગવત, શિવ પુરાણ સહિતનું પઠન કરવામાં આવી રહ્યું છે, સાદા જીવન સાથે સ્વાધ્યાય ને પણ અનુસરી રહ્યા છે, વકતાઓ, લેખકો સોશિયલ મીડિયાના માધ્યમથી ફોલો પણ કરી રહ્યા છે, ધાર્મિક ચર્ચાઓમાં પણ ખાસો રસ ધરાવે છે અને આ તમામ નો નિચોડ રોજ સવારે પોલીસ મથકના નોટિસ બોર્ડ પર જોવા મળે છે.

(11:33 am IST)