Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બોટાદ જિલ્લા સહ.દૂધ ઉત્પાદક સંઘ ગઢડા વ્યાવસ્થાપક સમિતિની ચુંટણી

કામ ચલાઉ મતદાર યાદી સામેના વાંધા મોકલી આપવા

બોટાદ, તા.૫: શ્રી બોટાદ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય લિ. મું. ગઢડાના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાબતે  તા.૩૧/૦૩/૨૦૧૮ ની સ્થિતિએ કામચલાઉ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.

 

ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચુંટણી બાબતમાં નિયમો-૧૯૮૨ ના નિયમ ૪(૧) (૨) (૩) મુજબ સંઘની કામચલાઉ મતદાર યાદી નિયમ-૫ (૨) માં ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ સંઘના મતદાર જોગ તા.૦૪/૦૭/૨૦૧૮ ના રોજ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળી બોટાદ (જીલ્લા સેવા સદન ખસ રોડ) તથા શ્રી બોટાદ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. મું. ગઢડાની મુખ્ય કચેરીમાં ઉપરાંત નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદની કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

પ્રસિધ્ધ કરવામાં આવેલ કામચલાઉ મતદાર યાદી પરત્વે નિયમ-૬ (૧) (૨) (૩) માં નિર્દિષ્ટ કરાયા મુજબ દાવા અને વાંધા જરૂરી આધાર-પુરાવા સાથે લેખિતમાં તા.૧૩/૦૭/૧૮ સુધીમાં કચેરીના કામકાજ દરમ્યાન નિયામકશ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ ને મોકલી આપવા ચુંટણી સત્ત્।ાધિકારી નિર્દિષ્ટ સ.મ. અને નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદની યાદીમાં જણાવાયું છે.(૨૨.૩)

(10:08 am IST)