Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જુનાગઢમાં ધમકી આપી સગીરાને મળવા બોલાવી બે શખ્સોએ અડપલા કર્યા

મળવા આવવા અને વાતો કરવાની ધમકી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩ : જુનાગઢમાં એક સગીરાને ધમકી આપી બે શખ્સોએ મળવા બોલાવી તેની સાથે અડપલા કર્યા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં ભારત મીલના ઢોરા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૧ વર્ષ ૧૧ મહિનાની દિકરીને વિક્રમ લોહાણા અને વિનાયક બ્રાહ્મણ નામના શખ્સેએ તા.૧ ની સવારના ૧૧ વાગ્યાની આસપાસ મળવા બોલાવેલ.

પરંતુ સગીરાને મળવાની ના પાડતા વિનાયકે તેણીને માર મારવાની ધમકી આપી હતી જેનાથી ડરી જઇને સગીરા મળવા જતા બન્ને શખ્સેએ મળવા બોલાવીએ ત્યારે મળવા અને વાતો કરવા આવવું તેમ કહીને બન્ને ઇસમોએ સગીરા સાથે અડપલા કર્યા હતા.

આ અંગે સગીરાની માતાએ ફરિયાદ કરતા એ ડીવીઝનના એએસઆઇ એસ.એમ.મકવાણાએ બન્ને શખ્સો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

વિશેષ તપાસ પી.એસ.આઇ. વી.આર. ચાવડા ચલાવી રહ્યા છે.

હદપારની ધરપકડ

જુનાગઢમાં જેલ નજીક રહેતો રહીમ નુરમહમદ પઠાણને ગુનાહિત પ્રવૃતિ સબબ ૧પ માસ સુધી જુનાગઢ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી હદપાર કરવામાં આવેલ.

આમ છતા રાત્રે રહીમ તેના ઘર પાસેથી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ શખ્સ પાસેથી રૂ. ૮૦ નો દેશી દારૂ પણ મળી આવતો તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

(12:48 pm IST)