Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ઉના મધ્યે પસાર થતા હાઇવેની મરામત કરાય નહીં તો આંદોલન કરવાની પુંજાભાઇ વંશની ચીમકી

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૩ : શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડની મજબુતાઇ-ડામર પેવર રોડ ૧પ દિવસમાં નહીં કરાય તો ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્વારા આંદોલનની ચીમકી અપાઇ છે. હાલ બિસ્માર રોડમાં ધુળની ડમરી ઉડતા અકસ્માતો વધ્યા છે.

ઉના મતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશે ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રીને લેખીતમાં રજુઆત કરી છે કે સોમનાથ ભાવનગર, નેશનલ હાઇવે રોડ ઉનાના લામધાર ગામના પાટીયાથી વ્યાજપૂર બાયપાસ સુધીનો ૮.૬૦ કિ.મી. નેશનલ હાઇવે રોડ ગત ચોમાસામાં ભારે વરસાદથી તથ ર૪ કલાક ભારે કન્ટેનરો, ટ્રકો પસાર થતા બિસ્માર બની ગયો છે. હાલ વાહન પસાર થતા ધુળની ડમરી ઉડે છે. લોકો, વેપારીઓ રોગનો ભોગ બની રહ્યા છે. ગત તા.૧૭-૯-ર૦ર૦ના જીલ્લા કલેકટરશ્રીની બેઠકમાં નેશનલ હાઇવે રોડના અધિકારીઓએ ચોમાસુ પુરૂ થઇ જાય એટલે તુરંત જરૂરી પેચવર્ક કરી મોટરેબલ કરી આપવા પેવર ડામર કરવા ખાતરી આપી હતી.

નેશનલ હાઇવે રોડ તથા ઉનાના બાયપાસ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરાઇ હતી. જેને બે માસથી વધુ સમય ગઇ ગયો છ. તેમ છતાં અધિકારીઓએ ગુણવતાવાળા ડામર રોડ બનાવેલ નથી. કામગીરી પૂર્ણ કરી નથી તેથી વ્યાજપૂર બાયપાસથી રોકડીયા હનુમાન અને ઉના શહેરમાં પ્રસાર થતો મછુન્દ્રી નદી ઉપરનો પુલ, વડલા ચોક, બસ સ્ટેશના ત્રિકોણ બાગ, શાક માર્કેટ, ટાવર ચોક, ગોદરા ચોક, સરકારી હોસ્પિટલ, વેરાવળ રોડ, લામધારના પાટીયા સુધી રોડને ડામર-જરૂરી પેચવર્ક કરી મોટરેબલ કરવા પેવર કરવા તથા હાઇવેની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપયોગમાં લઇ શકાય તેવી ગુણવતાવાળો ૧પ દિવસમાં બનાવી આપવા રજુઆત કરી છે. ૧પ દિવસમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ધારાસભ્ય પુંજાભાઇ બી. વંશ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરશે. આ રોડ બાબતમાં જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા પણ રસ લઇ કામગીરી ઝડપી બનાવે તેવી ઉના તાલુકાની જનતાની માંગણી છે.

(11:28 am IST)