Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ફાટક પાસે વિજ તારની કામગીરી

વાંકાનેર :વઘાસિયા ટોલનાકા પાસે આવેલ રેલ્વે ટ્રેકનાં વચ્ચે આવેલ ફાટક કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેતા ,છેલ્લાં ચારેક દિવસ થી વઘાસિયા ગામની મોટી વસ્તીનો રોડ બંધ થતાં,આ વદ્યસિયા ગામનાં લોકો એ વાંકાનેર રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારિયા ને જાણ કરતા તેઓએ ફાટકની મુલાકાત લઇ મોરબી અને રાજકોટ રેલ્વે ડિવિજનનાં અધિકારી સાથે આ બાબતે રૂબરૂ વાતચિત કરતા જણાવેલ કે આ ફાટક પાસે રેલવેની વીજળીનાં તાર નાખવામાં આવેલ છે,જે તારને સંપર્ક ન થાય તે માટે ફાટકની બંને બાજુ વાહનોને તારથી નીચે ચલાવવા માટે ફાટકની બન્ને બાજુ એંગલની આડસ નાખવાનું કામ ચાલુ હોઇ, જે કામ પંદર દિવસ મા પુરુ થસે એવી ખાતરી રેલ્વેનાં વહીવટી અધિકારીઓએ શ્રી મોહનભાઇ તથા વઘાસિયાનાં માજી સરપંચ તથા યુવા ભાજપનાં ઉપપ્રમુખ શ્રી ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે કિશોરસિંહ ઝાલાને ખાત્રી આપી હતી. (તસ્વીર-અહેવાલ : મહમદ રાઠોડ -વાંકાનેર)

(11:27 am IST)