Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મોરબી - માળિયાના પ્રવાસે બ્રિજેશભાઇ મેરજા

મોરબી – માળીયા(મીં) ના લોક સંપર્ક કાર્યક્રમ અન્વયે આજે ગામડાઓના પ્રવાસના બીજા દિવસે વિવિધ ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંવાદ કર્યો હતો. ગ્રામજનોની મુશ્કેલી જાણી તેના નિવારણની ખાતરી આપી હતી. આ પ્રવાસમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, માળીયા (મીં) તાલુકા ભાજપના પ્રમુખ મણીભાઈ સરડવા, જિલ્લા પંચયાતના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા (મિં) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા (મીં) તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઇ હુંબલ, મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, અગ્રણી આર. કે. પારજીયા, જેન્તિભાઈ સાણજા, મનીષભાઇ કાંજીયા, જયદીપભાઈ સંઘાણી, સુભાષભાઇ પડ્સુંબિયા, બાલુભાઈ ફૂલતરિયા, શિવમભાઈ વિરમગામા સહિત ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:22 am IST)
  • સંયુક્ત રાષ્ટ્ર સંઘે " ભાંગ " ને દવા તરીકે માન્યતા આપી : ભાંગમાં રહેલા ગુણોને ધ્યાને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંઘે નશીલા દ્રવ્યોની યાદીમાંથી દૂર કરી : મતદાન કરાતા ભાંગને ઔષધી તરીકે માન્યતા મળી : દવા સિવાય માત્ર નશા માટેનો ઉપયોગ ગેરકાયદે ગણાશે access_time 11:46 am IST

  • વિશ્વભરમાં બનાવટી કોરોના વેક્સીનના વેચાણનું ષડયંત્ર : ઈન્ટરપોલે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે ક્રિમીનલ નેટવર્ક ઈન્ટરનેટ દ્વારા અને બજારોમાં બનાવટી કોરોના વેક્સીનનું વેચાણ કરવા પ્રયાસો કરી રહી છે જેની સામે સૌ સાવધ રહે access_time 4:05 pm IST

  • વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઠાકોર પટેલનું નિધન access_time 12:23 am IST