Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

બોટાદમાં છ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મના આરોપીનો સ્ક્રેચ જાહેર કરાયો

બાળકીને ગંભીર હાલતમાં ભાવનગર ખસેડાઇ :જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ

બોટાદ: શહેરના હિફલી વિસ્તારમાં રહેતા અને હીરામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારની ૬ વર્ષની માસુમ બાળા સાથે બે દિવસ પહેલા પતંગની લાલચ આપી અજાણ્યા શખ્સ દ્વારા બાળકીને ઝાડી વિસ્તારમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરેલ બાળકીને ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ.ત્યારે બોટાદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે દુષ્કર્મનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ.છે 

 બોટાદ ડી.વાય.એસપી રાજદીપસિંહ નુકમ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા આરોપી નો સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો.અને જે કોઈ લોકોને આરોપી ની જાણ થાય તો બોટાદ પોલીસ ને જાણ કરવા અનુરોધ કર્યો હતો.હાલ બોટાદ પોલીસ દ્વારા જિલ્લા માં અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે

બનાવને લગતી કોઈ માહિતી તમારી પાસે હોય તો બોટાદ પોલીસ સ્ટેશન અથવા બોટાદ જીલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેશનનો સર્પક કરવા બોટાદ પોલીસ દ્રારા અનુરોધ કરવામાં આવે છે

(11:20 am IST)