Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વિસાવદરના અલખધામ આશ્રમ ખાતે અષાઢી બીજે ધ્‍વજારોહણ

રથયાત્રામાં દુધ કોલ્‍ડ્રીંક વિતરણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદરના અલખ ધામ આશ્રમ ખાતે પરંપરાગત રીતે જગ્‍યાનાં મહંત પૂ. મંછાગિરીબાપુની પ્રેરણા અને આશિર્વાદથી સેવકગણની ઉપસ્‍થિતિ વચ્‍ચે જગ્‍યામાં આષાઢી બીજ પર્વની ઉજવણી અંતર્ગત રામાપીર મંદિરે પૂજા પાઠ મહાઆરતી-ધ્‍વજારોહણ-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોયોજાયા હતા.આ પ્રસંગે રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ નાં સ્‍થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,વર્તમાન પ્રમુખ આસીફ કાદરી, પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ,ધનસુખભાઈ ગઢીયા, મુંબઈ બોરીવલીથી જીવનભાઈ પરમાર,ઉદયભાઈ દાહીમા, મીઠાપુરથી જગદીશભાઈ ત્રાડા,પી.ટી.વૈશ્નવ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર ના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશીની ઉમદા પ્રેરણા તેમજ લાયન્‍સ કલબ વિસાવદર ના પ્રેસિડેન્‍ટ લાયન ચંદ્રકાન્‍તભાઈ ખુહાની ઉમદા પ્રેરણાથી અષાઢી બીજનાં પાવન પવિત્ર પર્વ ની ઉજવણી અંતર્ગત જગન્નાથ ગૃપ વિસાવદર દ્વારા આયોજીત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સહભાગી બનેલ સૌને દુધ કોલ્‍ડડ્રિન્‍ક ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર લાયન રમણીકભાઇ ગોહેલ, લાયન સિરાજભાઈ માડકિયા તેમજ લાયન ઓમપ્રકાશભાઈ ભટ્ટ સહિતના ઉપસ્‍થિત રહેલ આ ઉપરાંત આ સેવાયજ્ઞ માં વિસાવદર માનવ સેવા સમિતિ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, જીણાભાઇ સોલંકી, મનિષભાઇ વાધેલા સહિતનાંએ પોતાની સેવા આપી હતી.

 

(2:21 pm IST)