Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

હળવદ તાલુકાનાં ૭ ગામોનાં ખેડૂતોને સાંજ સુધીમાં નર્મદાનું પાણી નહી મળે તો કાલે ચક્કાજામ

ચરાડવા પાસેથી પસાર થતી કેનાલમાં પાણી ન પહોંચતો રોષ

હળવદ તા. ૧ :.. થોડા દિવસો પહેલા રાજય સરકારે મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલમાં ૧ર૦૦ કયુસેક પાણી હળવદની કેનાલમાં છોડવામાં આવેલ હતું.

પરંતુ હળવદના ચરાડવા પાસેથી પસાર થતી કેનાલમાં પાણી નહી પહોંચતા ખેડૂતો રોષે ભરાયા છે. ચરાડવા, કડીયાણા, ઇશ્વરનગર, સમલી, પાંડાતીરથ સહિતના સાત ગામના ૩૦૦ થી વધુ ખેડૂતો હળવદની નર્મદા નિગમની કચેરીએ રજૂઆત કરવા ઘસી ગયા હતાં.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે સાત ગામના ખેડૂતોએ પાંચ હજાર હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવા છતાં પિવા માટે પાણી નહિ આપવામાં આવે તો ખેડૂતોની હાલત કફોડી બની છે.

વધુમાં ઉમેર્યુ છે કે આજે એટલે કે બુધવાર સુધીમાં જો સિંચાઇ માટે પાણી નહિ મળે તો કચ્છ હાઇવે ઉપર ખેડૂતો દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવશે. આવેદન પત્ર આપતી વેળાએ ખેડૂતો અશોકસિંહ, બળદેવભાઇ સહિતના અગ્રણી ખેડૂતો હાજર રહ્યા હતાં. (પ-૧૩)

(12:57 pm IST)