Gujarati News

Gujarati News

લોટરી બજાર પાસેથી ૧૬ વર્ષની બાળાનું અપહરણ કરી ચાલુ બસે બળાત્‍કારઃ હવસખોર સકંજામાં: બે મહિનાનો ભાઇ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ હોઇ બાળા તેની માતા-બીજા ભાંડરડા સાથે ઘણા દિવસોથી હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં જ રહે છેઃ રાતે જમવાનું લેવા બે નાનકડા ભાઇ સાથે બહાર ગઇ ને ‘શિકાર' બની : ભગવતીપરાનો રિક્ષાચાલક હનીફ આરબ સકંજામાં: પહેલા બાળા અને તેના ભાઇઓને ફરવાના બહાને હોન્‍ડામાં બેસાડી રેસકોર્ષ લઇ ગયોઃ ત્‍યાંથી બંને ભાઇઓને સિવિલ હોસ્‍પિટલે ઉતારી બાળાને ચોટીલા ફરવા જવાના બહાને ગ્રીનલેન્‍ડ ચોકડીએ લઇ ગયો : ખાનગી ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચમાં ઉપરના માળે બાળાને સુવડાવી દીધી, થોડીવાર બાદ તે પણ તેમાં ઘુસ્‍યોઃ પહેલા રૂા. ૫૦૦ની અને પછી નવા મોબાઇલ ફોનની લાલચ આપી ખરાબ માંગણી કરીઃ બાળાએ નનૈયો ભણતાં બળજબરીથી દેહ પીંખ્‍યો : હવસખોરી આચરી લીધા બાદ અધરસ્‍તે બસ ઉભી રખાવી બાળા સાથે ઉતરી ગયો, બીજુ વાહન ભાડે કરી ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવ્‍યોઃ ત્‍યાંથી હોન્‍ડામાં બેસાડી ફરી બાળાને હોસ્‍પિટલે મુકવા આવ્‍યો, પોલીસને જોઇ દોટ મુકી પણ દબોચાઇ ગયો access_time 4:10 pm IST