Gujarati News

Gujarati News

સોરઠીયાવાડી સર્કલે યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ નશાની હાલતમાં રિવોલ્‍વરથી બે ભડાકા કર્યાઃ પાનના ધંધાર્થીની હત્‍યાનો પ્રયાસઃ ધરપકડ: રાજકોટમાં રાતે ફાયરીંગઃજાહેર શોૈચાલયમાં રાતે રખડતાં શખ્‍સો ઘુસી ગંદકી ફેલાવતાં હોઇ કર્મચારી ભૈયાએ વહેલુ બંધ કરી દીધુ હતું: આ વખતે કરણ સોરઠીયા ત્‍યાં લઘુશંકા માટે આવતાં શોૈચાલય બંધ જોઇ ભૈયા સાથે મારકુટ કરતાં બાજુની ડિલક્‍સ પાનવાળો યુવાન વનરાજ ચાવડા અને તેના કાકા છોડાવવા આવતાં તેની સાથે બખેડો થયો : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ પી. જી. રોહડીયા, નિલેષભાઇ મકવાણા અને ડી. સ્‍ટાફની ટીમે રાતોરાત કડક કાર્યવાહી કરી : પાનવાળા વનરાજે કહ્યું- કરણે એક ફાયરીંગ હવામાં કર્યુ, હું પડી ગયા બાદ બીજુ મારા પર મને મારી નાખવાના ઇરાદે કર્યુઃ વાંસામાં સ્‍હેજ દાઝી ગયોઃ સદ્દનસિબે ગોળી દૂર ફંટાઇ ગઇ:કરણ સોરઠીયાની પણ ટોળા વિરૂધ્‍ધ રાયોટીંગની ફરિયાદઃ આ ગુનામાં પણ ચારની અટકાયત access_time 3:58 pm IST