Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

લતીપર પાસે કારે-બાઇકને ઠોકર મારતા અફઝલ નાગાણીનું મોત

રાજકોટ તા.૧૮: લતીપર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે બાઇકને ઠોકર મારતાં મુસ્લિમ યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ ધ્રોલ ખાતે રહેતો અફઝલ બસીરભાઇ નાગાણી (ઉ.વ.૨૨) ગઇકાલે પોતાનું બાઇક લઇને લતીપરથી ધ્રોલ જતો હતો ત્યારે લતીપર ગામ પાસે કોઇ અજાણી ફોરવ્હીલના ચાલકે બાઇકને ઠોકર મારતા અફઝલ ફંગોળાઇ ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અફઝલને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીેઅસઆઇ આર.એસ. પટેલ તથા રાઇટર દિવ્યરાજસિંહે પ્રાથમિક કાગળો કરી ધ્રોલ મોકલ્યા છે. (૧.૭)

 

(11:53 am IST)