Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

રૈયા રોડ ઉપર મસ્જીદ નજીક થયેલા ખુની હુમલા કેસમાં આરોપીઓનો છુટકારો

રાજકોટ તા. ૨૬: રાજકોટ ના રૈયા રોડ ઉપર 'ચારભાઇ' ગેંગના સાગરીતો (૧) બાબુ ઉર્ફે મયુદીન ઇબ્રાહીમ કચરા (૨) મુસ્તાક ઉર્ફે મુસ્તુફા કચરા (૩) રફીક અલીભાઇ ઘોરા (૪) શોકત હુસેનભાઇ કચરા (૫) સીકંદર યાકુબ મામટી (૬) હુસેન ઉર્ફે ઉસ્માન ઇબ્રાહિમ કચરા દ્વારા બપોરના ૧:૩૦ વાગ્યે ગેરકાયદેસર મંડળી રચી પોતાનો હેતુ પાર પાડવા માટે મસ્જીદ પાસે તલવાર, લોખંડના પાઇપ જેવા ભયંકર હથીયારો સાથે રફીક ઇકબાલ શેખ તથા સરફરાજભાઇ શેખ તથા ઇકબાલભાઇ શેખ તથા હાઇમભાઇને માર મારી ગંભીર ઇજાઓ કરી તેમજ હાજર મહિલાઓને ગાળો તથા માર મારેલ હોય જે અંગે રફીકભાઇ શેખ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ છે.

સદરહું ફરીયાદમાં તપાસ પૂર્ણ થઇ જતા અદાલતમાં તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરેલ હતુ અને ફોજદારી કેસ ચાલવા પર આવી જતા ઉપરોકત તમામ આરોપીએ રાજકોટના એડવોકેટ તુષાર એમ. ગોકાણીનો સંપર્ક સાંધેલ હતો અને આરોપીઓને સ્વબચાવ કરવા માટે શ્રી ગોકાણીને રોકેલ હતા. સદરહું કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે પુરતો પુરાવો આવેલ ન હતો. તેમજ ફરીયાદ પક્ષ આરોપીઓ વિરૂધ્ધનો ગુન્હો પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ હતો. તેમજ ફરીયાદ પક્ષ નિશંકપણે ગુન્હો સાબીત કરવામાં નિષ્ફળ નિવડે છે. તેમજ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા નામદાર અદાલતને અરજ કરેલ છે.

વકીલ શ્રી ગોકાણી દ્વારા હાઇકોર્ટ તેમજ વડી અદાલતના ચૂકાદાઓ રજૂ કરાયેલા હતા. ઉપરોકત બન્ને પક્ષોની વિસ્તૃત દલીલો તથા રજૂ રાખેલ ચૂકાદાઓ ધ્યાને લઇ રાજકોટના અધિક જયુ. મેજી. એ તમામ આરોપીઓને ગેરકાયદેસર મંડળી રચી તથા રાયોટીંગના ગુન્હાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલ હતા.

(4:00 pm IST)