Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

શેઠ હાઇસ્કુલ દ્વારા એન.એન.એસ. શિબિર

 મહાનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલમાં એન.એસ.એસ. ના  માધ્યમથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. તાજેતરમાં અડબાલકા ગામની પ્રાથમિક શાળામાં એક શિબિર યોજવામાં આવી આવી હતી. તેમાં ખાસ કરીને સાફ સફાઇ અને ગંદકીના નિકાલ જેવી સ્વચ્છતાને લગતી પ્રવૃતિઓ કરવામાં આવી હતી, તેમજ ગ્રામ સભા યોજવામાં આવી હતી. તેમાં ગામનાસરંપંચ એન.ડી.પટેલની હાજરી પ્રેરણાદાયી બની હતી. એન.એસેએસ. પ્રોગ્રામ ઓફિસર પી.એમ. જેતપરીયા તેમજ સહાયક પી.એમ.જીવાણી  દ્રવારા વિદ્યાર્થીઓ માટે રમત-ગમત સ્પર્ધા રાખવામાં આવી હતી. સમગ્ર શિબિરના આયોજનમાં અડબાલકા ગામના અગ્રણીઓ પંૅકજભાઇ પટેલ (આચાર્ય પ્રાથમિક શાળા) તેમજ ગીરીશભાઇ પટેલ જ સહયોગી બન્યા હતા. અંતિા િોવસે ખાસ શિબિર સમાપન પ્રસંગે હાઇસ્કૂલ આચાર્ય ડોે તુષારભાઇ પંડયા ઉપરાંત ખાસ માહેમાન તરીકે જયંતભાઇ ગડારા (પૂર્વ બોર્ડ મેમ્બર), પૂર્વ સરપંચ કરમશીભાઇ પટેલ હાજર રહ્યા હતા.

(3:59 pm IST)