Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સૂજલામ-સૂફલામઃ ૧ કરોડનું અનુદાન એકઠુ કરતા પ્રાંત પ્રજ્ઞેશ જાનીઃ ૧પ૦ ગામો આવરાયા

રાજકોટ : રાજય સરકારની અત્યંત મહત્વની એવી સુજલામ-સૂફલામ યોજનાની કાર્યવાહી રાજકોટ જીલ્લામાં ચાલુ થઇ ગઇ છે, આજે સીટી પ્રાંત-ર અને રૂરલ પ્રાંતનો પણ હવાલો સંભાળતા ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ લોકભાગીદારીથી ગામડાઓમાં તળાવો-ચેક ડેમોનું ખોદાણ-ઉંડા ઉતારવા- પાણીની યોજના સંદર્ભે રાજકોટ તાલુકા પડધરી લોધીકાના આગેવાનોની રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે સંયુકત મીટીંગ યોજી હતી, જેમાં રાજકોટ માર્કેટ યાર્ડ, રાજકોટ લોધીકા સંઘ અને સહકારી મંડળીઓને બોલાવાઇ હતી, અને સૂજલામ-સૂફલામમાં લોકભાગીદારી મહત્વની હોય, મીટીંગમાં જ ૧ કરોડનું અનુદાન પ્રાંત શ્રી જાની દ્વારા મેળવી લેવાયું હતું. શ્રી જાનીએ ઉમેર્યુ હતું કે, હાલ ૧પ૦ ગામોની યાદી બનાવાઇ છે, રેવન્યુ તંત્ર સુપરવીઝન કરશે, જે તે મંડળી - ગામ દ્વારા જ કામો કરાવાશે, અને નકકી થયેલ ભાવો મુજબ જ ગામ દ્વારા જ પેમેન્ટ કરી દેવાશે. ૧પ૦ ગામમાંથી કયા ગામમાં તળાવ ઉંડા ઉતારવા-ચેક ડેમ-પાણી યોજના અંગે હવે ફાઇનલ લીસ્ટ બનશે. તસ્વીરમાં મીટીંગ સંબોધતા ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની, ડી. કે. સખીયા નજરે પડે છે.

(3:58 pm IST)