Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

નિવૃત પી.આઇ. પુત્રના ત્રાસદાયી વર્તન બાદ ભોગ બનનાર સામે નોંધાયેલી ખોટી ફરિયાદ રદ કરો

રાધીકા પાર્કની ઘટના સંદર્ભે એડીશનલ પોલીસ કમિશ્નર અને ગૃહમંત્રી સુધી સમસ્ત બ્રહ્મ સમાજની રજૂઆતઃ ફરિયાદ રદ્દ નહિ થાય તો સોસાયટીમાં જ ઉપવાસ આંદોલનની ચિમકી

ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતાં બ્રાહ્મણ પરિવારના ઘરમાં નિવૃત પી.આઇ. અને તેના પુત્રો સહિતના પરિવારજનોએ  ધમાલ મચાવી તોડફોડ કરી આ યુવાન તથા તેના પુત્ર-પુત્રીને મારકુટ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ ઘટનામાં રાયોટીંગની કલમ હેઠળ નિવૃત પી.આઇ. અને તેના પુત્રો સહિતના સામે ગુનો નોંધાયા બાદ નાટકિય રીતે ભોગ બનનાર રશેષ ઓઝા અને તેના બે સાળા સામે પણ ફરિયાદ નોંધાયાના આક્ષેપ સાથે આ ફરિયાદ રદ્દ કરવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. માંગણી અંગે ગૃહમંત્રી સુધી રજૂઆત થઇ છે. જો ફરિયાદ રદ્દ નહિ થાય તો સોસાયટીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ રજૂઆત સમસ્ત બ્રહ્મ સમાજના જીતુ મહેતાની આગેવાની હેઠળ મિલન શુકલ, તેજસ ત્રિવેદી, હિરેન રાવલ, સમીર પંડ્યા, સમીર ખીરા, નિશ્ચલ જોષી અને ભોગ બનનાર ઓઝા પરિવારના મહિલા સભ્યો જોડાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:54 pm IST)