Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

બુધ્ધ પૂનમે સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરનો ૩૩માં વર્ષમાં પ્રવેશ

નિઃશુલ્ક ઓશો ધ્યાનશિબિર-સન્યાસ ઉત્સવ-સંતવાણી :સાધકો માટે દિલમાં 'દિવ્યતાનો' દિવો પ્રગટાવવાનો અવસર, સ્વામિ પ્રેમમૂર્તિ(સ્વીત્ઝર્લેન્ડ), પાયલબેન મડીયાર (સંપતી ફાયનાન્સ), બકુલભાઇ તથા સ્વામી સત્ય પ્રકાશ સંગાથે સાધકો ભકિત સાગરમાં પુણ્ય રૂપી ડુબકી લગાવી ધ્યાન, ભજન, ભોજન ના ત્રિવેણી સંગમ નો લ્હાવો લેશેઃદહેરાદુન ના ઓશો ઓમ કમ્યુનના સ્થાપક સંબુધ્ધ સ્વામી નરેન્દ્ર બોધિસત્વ ને પુષ્પાંજલી સાથે પાઠવાશે હ્યદયાંજલી

રાજકોટ : અહીયા ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ઓશો ધ્યાન, ભજન, કિર્તન,સત્સંગની સાથે સાથે વર્ષ દરમ્યાન અવાર નવાર વિવિધ ધર્મોત્સવ થકી પણ સાધકોને પુણ્યના તરફ વાળવાના અવિરતપણે પ્રયાસો થાય છે. ત્યારે સોમવારે બુધ્ધપૂર્ણિમા ના દિવસે ધર્મભીના માહોલમાં આસ્થાભેર એક દિવસીય ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ તથા સંતવાણી ના કાર્યક્રમનું આયોજન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના ૩૩માં વર્ષમાં પ્રવેશ નિમિતે કરવામાં આવ્યુ છે.

ઓશો ના સૂત્ર ''ઉત્સવ આમાર જાતિ આનંદઆમાર ગોત્ર''ને સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયો ના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૨ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વ નું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે. ત્યારે ફરી તા. ૩૦ ને સોમવારે બુધ્ધ પૂર્ણિમા ના દિવસે એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વીત્ઝર્લેન્ઙ ના સ્વામી પ્રેમમૂર્તિ દ્વારા છેલ્લા બે વર્ષથી દરપૂનમે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. પાયલબેન મડીયાર (માં પ્રેમઅનુરાધા) એ અનેક ઓશો ધ્યાન શિબિરનું સંચાલન કરેલ છે.

       ''શિબિરની રૂપરેખા''

સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આધ્યાન છેલ્લા ૩૨ વર્ષોથી દરરોજ નિયમીત સવારે ૬ થી ૭ ધ્યાન મંદિર પર કરવામાં આવે છે ) સવારે ૭-૧૫ થી ૮ બ્રેક ફાસ્ટ, સવારે ૮-૩૦ થી મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન વિડીયો દર્શન, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બુધ્ધ પૂર્ણિમા ઉત્સવ, જુના સત્યાસી તથા ઇનર સર્કલના મેમ્બરોનો સ્વાગત સમારોહ મીસ્ત્રી નિતીનભાઇ ચાંગ્રદા (સ્વામિ દેવ રાહુલ)નું બુધ્ધ પરનું વિરોધ પ્રવચન સન્યાસ ઉત્સવ.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર સાથે વર્ષો જુનો અતુટ નાતો રાખનાર ઓશોના અત્યંત નિકટના સન્યાસી તથા ઓશોના કઝીન બ્રધર તથા દહેરાદુનના ઓશો ઓમ કમ્યુનના સ્થાપક સંમ્બુધ્ધ સ્વામિ નરેન્દ્ર બોધિસત્વની નિર્વાણતીથી નિમિતે પુષ્પાંજલી સાથે પાઠવાશે. હ્ય્દયાંજલી બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે.

રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાબેતા મુજબ રાખવામાં આવ્યો છે. સંતવાણીના સારથી બકુલભાઇ ટીલાવત દ્વારા છેલ્લા ૪ વર્ષથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરે છે.

સ્વીંઝર્ર્લેન્ડથી આવેલા સ્વામિ પ્રેમમૂર્તિ પણ સારા જાજનીક છે. તેઓ ગંગાસતીમાંની રચના રજુ કરશે.

ઉપરોકત એક દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગીતા માટે સાધકે પોતાનું નામ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ ખાતે રૂબરૂ તેમજ વિશેષ માહિતી તથા નામ રજી.કરાવવા એસએમએમ માટે સ્વામિ સત્ય પ્રકાશ-૯૪૨૭૨ ૫૪૨૭૬ જયેષભાઇ કોટકઃ ૯૪૨૬૯ ૯૬૮૪૩, અશોકભાઇ (મોરબી) ૮૪૬૯૭ ૬૦૯૪૭નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:51 pm IST)